મહેસાણા જિલ્લામાં “મહા શ્રમદાન” કાર્યક્રમ 01 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકથી 11 કલાક દરમિયાન યોજાનાર છે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અન્વયે ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” ની ઉજવણી કરવામાં આવનાર છે. બીજી ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે.