આવા અનેકો ટવીટસ જોવા મળશે જયારે કોઈ ખેલાડી ભારત માટે મેડલ કે ટ્રોફી જીતશે. પણ આજે કેમ એ જ મેડલ જીતવા વાળા લોકો જેમને ભારત નું સન્માન ઊંચું કર્યું એ આજે કેમ પોતાના સન્માન માટે લડી રહ્યા છે? …..આ પૂરી હકીકત જાણવા માટે અપડે થોડા ઈતિહાસ ના પન્ના પલટાવા પડશે. ૧૮ જાન્યુઆરી એ એક એવું ચિત્ર બાર આવ્યું કે તેને લોકો ને સોચવા મજબુર કરી દીધું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા કુસ્તીબાજોને હરાવી ચૂકેલા 30 જેટલા કુસ્તીબાજો વિરોધ કરવા માટે એકઠા થયા હતા.
આ કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ અને કોચ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન, અભદ્રતા, પ્રદેશવાદ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમની હડતાળ સમાપ્ત કરી દીધી હતી. ત્યારબાદ રમતગમત મંત્રાલયે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. કમિટી ની રચના કર્યા ના ૩ મહિના પછી કુસ્તીબાજોએ ફરીથી જંતર મંતર પર અંદોલન પર બેસી ગયા છે. પણ આ અંદોલન કરવા પાછળ નું કારણ જાણીએ તો સાત મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે સાંસદ વિરુદ્ધ 2012 થી 2022 સુધીના 10 વર્ષના સમયગાળામાં જાતીય સતામણી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવીને અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાવી હતી. ત્યારે હવે 23મી એપ્રિલથી કુસ્તીબાજો ફરી હડતાળ પર બેઠા છે. કુસ્તીબાજોએ હવે તપાસ સમિતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે. વિનેશ ફોગાટે કહ્યું કે, અમે ત્રણ મહિનાથી મંત્રાલય અને સમિતિ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ન તો સમય મળ્યો કે ન તો જવાબ મળ્યો . તેમણે કહ્યું, ખબર નથી કે બ્રજ ભૂષણને બચાવવા માટે તેમને કોણ સમર્થન આપી રહ્યું છે. રેસલર્સનો દાવો છે કે કમિટિનો રિપોર્ટ સબમિટ થઈ ગયો છે, પરંતુ રિપોર્ટમાં શું છે તે અમને જણાવવું જોઈએ. સમિતિ શું કરી રહી છે, સુ નહીં તેમને એની વધુ જાણકારી નથી.

